Skip to main content
Settings Settings for Dark

બિહારમાં નવી સરકારની રચના માટે રાજકીય ગતિવિધિ તેજ બની

Live TV

X
  • બિહારમાં નવી સરકારની રચના માટે રાજકીય ગતિવિધિ તેજ બની છે.દિવાળી બાદ નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી સંભાવના છે. જેડીયુના જનરલ સેક્રેટરી કે.સી ત્યાગીએ કહ્યું કે, નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.પટણાના પક્ષ કાર્યાલયમાં જેડીયુના પ્રમુખ નીતીશ કુમાર અને પક્ષના નવા ધારાસભ્યો વચ્ચે બેઠક યોજાઇ છે. ત્યાગીએ જણાવ્યુ કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન -એનડીએના સહયોગીઓ સાથે પણ ચર્ચા ચાલુ છે.હિન્દુસ્તાની આવામ મોરચાના  વડા જીતન રામ માંઝીએ નીતિશ કુમાર અને નવા નવ ચૂંટાયેલા સભ્યો સાથે મુલાકાત કરી.માંજીએ કુમારને પોતાનો સમર્થનનો પત્ર આપ્યો છે.વધુમાં જણાવ્યુ કે, પૂર્વ મુખ્યમંત્રી હોવાથી તેઓ નવા મંત્રીમંડળમાં સભ્ય નહીં રહે.આ અગાઉ, વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા મુકેશ સાહની પણ કુમારને મળ્યા હતા.વિધાનસભાની ચૂંટણીમાં વીઆઈપી અને એચએએમને ચાર--ચાર બેઠકો મળી છે.

    વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની કામગીરીનું વિશ્લેષણ કરવા માટે આર.જે.ડી અને ડાબેરી પક્ષોના ધારાસભ્યોની બેઠક પટનામાં રાબરી દેવીના નિવાસ સ્થાને યોજાઇ. સીપીઆઈના મહાસચિવ દિપાંકર ભટ્ટાચાર્યએ કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનથી હાર માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યું છે.પટણામાં પક્ષના  મુખ્યાલયમાં પક્ષનાં ધારાસભ્યોની બેઠક બોલાવી છે. દરમિયાન પક્ષના વરિષ્ઠ નેતા તારિક અનવરને બિહારમાં રાજ્ય પાર્ટીના નેતૃત્વમાં પરિવર્તન લાવવાનું કહ્યું છે.દરમિયાન, મુખ્ય ચૂંટણી અધિકારી એચ. આર. નિવાસે નવા ચૂંટાયેલા 243 સભ્યોની યાદી રાજ્યપાલ ફાગુ ચૌહાણને સુપરત કરી. બિહાર વિધાનસભાનો કાર્યકાળ આ મહિનાની 29 મી તારીખ સુધીનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply