નાણા મંત્રાલયે મોબાઈલ ફોનના ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ પરની આયાત કરમાં ઘટાડો કર્યો
Live TV
-
સરકારે મોબાઇલ ફોનના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા કેટલાક ભાગો પરની આયાત ડ્યૂટીમાં 5 ટકાનો ઘટાડો કર્યો છે. નાણા મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, બેટરી કવર, ફ્રન્ટ કવર, મિડલ કવર, મેઈન લેન્સ, બેક કવર, જીએસએમ એન્ટેના, સિમ સોકેટ, સ્ક્રુ અને પ્લાસ્ટિક અને મેટલની અન્ય મિકેનિકલ વસ્તુઓ જેવા ઘટકો પર ડ્યૂટી ઘટાડવામાં આવી છે.
આ તમામ વસ્તુઓ પર હવે 15 ટકાની સામે 10 ટકા આયાત ડ્યૂટી લાગશે. જો કે, નોટિફિકેશનમાં ઓછી ડ્યુટી લાગુ કરવા માટે કોઈ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે વચગાળાનું બજેટ રજૂ કરવાના હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
