બજેટ સત્ર પૂર્વે સંસદ ભવન પરિસરથી પ્રધાનમંત્રીએ કર્યું સંબોધન
Live TV
-
બજેટ સત્ર પૂર્વે સંસદ ભવન પરિસરથી પ્રધાનમંત્રીએ કર્યું સંબોધન
સંસદમાં આજે સત્ર શરૂ થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિડિયા સમક્ષ સંબોધન કર્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ, કે ગત વર્ષના સત્રમાં નારીશક્તિ વંદન અધિનિયમ પાસ થયુ હતુ. આ સાથે તેમણે એ પણ કહ્યુ હતુ કે, સત્રમાં દરેક રાજકીય પક્ષના સાંસદોએ સંસદની ગરીમા જાળવવી જોઇએ. સંસદમાં આજે અંતિમ સત્ર શરૂ થઇ ચુક્યુ છે. ત્યારે આવતી કાલે નાણામંત્રી નિર્મલા સીતારામન સરકારનું બજેટ રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારામન આ વખતના બજેટમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં ખેતીક્ષેત્રે મહત્વની જાહેરાતો કરી શકે છે. અનુમાન છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધુ ભેટ આપી શકે તેવી સંભાવના છે. હાલમાં ખેડૂતોને વર્ષમાં 6 હજાર ત્રણ તબક્કામાં આપવામાં આવી રહ્યા છે. જે વધીને 8 હજાર કરવાની સંભાવના છે.
