Skip to main content
Settings Settings for Dark

બજેટ સત્રની શરૂઆત પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધન કર્યુ

Live TV

X
  • બજેટ સત્રની શરૂઆત પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધન કર્યુ

    બજેટ સત્રની શરૂઆત પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધન કર્યુ હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે ગત વર્ષ ભારત માટે ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલું હતું. તેમણે મહિલા અનામત કાયદો ઘડવા બદલ સાંસદોને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એશિયન ગેમ્સના ઈતિહાસમાં સૌથી વધુ મેડલ, ચંદ્રયાન-3ની સફળતા અને રામ મંદિર નિર્માણના સપનાંની પૂર્તિનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિએ રામ મંદિરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રામ મંદિરની આકાંક્ષા સદીઓથી હતી, જે આ વર્ષે પૂરી થઈ છે. રાષ્ટ્રપતિના કહેવા પ્રમાણે, ગુલામીના યુગમાં બનેલા કાયદા હવે ઈતિહાસનો હિસ્સો બની ગયા છે. તેમણે કહ્યું કે ટ્રિપલ તલાકની દુષ્ટ પ્રથાને ખતમ કરવા માટે સરકારે કડક કાયદાકીય જોગવાઈઓ કરી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ કહ્યું કે ડીજીટલ ઇન્ડિયાથી રેકોર્ડ બ્રેક વ્યવહારો થઇ રહ્યા છે. જી-20  સંમેલનનું સફળ આયોજન કર્યુ. સરકારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવી આસ્થા જગાવી છે. વન નેશન વન પાવર ગ્રેડના માધ્યમથી વિજળીની વ્યવસ્થામાં અત્યંત સુધારા કરાયા છે. દેશમાં 4 કરોડથી વધુ લોકોને પાકા ઘરો મળ્યા છે. તો 11 કરોડ ઘરોમાં પહેલી વાર નળ સે જળ યોજના અંતર્ગત પાણીની વ્યવસ્થા કરાઇ છે. દરેક યોજનાઓ પરિપૂર્ણ કરવા માટે સરકાર કટિબધ્ધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply