ભારે બરફ વર્ષાનાં કારણે અટલ ટનલ પાસે ફસાયેલ પ્રવાસીઓનું તંત્ર દ્વારા કરાયું સુરક્ષિત રેસ્ક્યુ
Live TV
-
ભારે બરફ વર્ષાનાં કારણે અટલ ટનલ પાસે ફસાયેલ પ્રવાસીઓનું તંત્ર દ્વારા કરાયું સુરક્ષિત રેસ્ક્યુ
હિમાચલ પ્રદેશના મધ્ય અને ઉત્તર ભાગમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. પ્રદેશના રોહતાંગમાં ભારે બરફવર્ષાને કારણે અટલ ટનલના દક્ષિણમાં ફસાયેલા 300થી વધુ પર્યટકોને ફસાયા હતા. જેઓને બચાવવા માટે પોલીસે રેશ્ક્યુ કરવામાં આવ્યું હતું. રોહતાંગમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી મનાલી લઈ જવાયા હતા. આજે મંડી, કુલ્લુ અને મનાલી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. મંડી, હમીરપુર, બિલાસપુર સહિત અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો છે.
