Skip to main content
Settings Settings for Dark

નેપાલના ભૂકંપ પીડિતો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, 20 મેટ્રીક ટન બિન-બાસમતી ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો

Live TV

X
  • સરકારે 20 જુલાઈના રોજ વૈશ્વીક સ્તર પર ચોખાની અછત જોતાં બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ કેટલાક દેશના અનુરોધ પર સરકારે નિકાસ કરવાની પરવાનગી આપી હતી.

    ભારતના પડોસી રાજ્ય નેપાળમાં થોડાં દિવસો પહેલા આવેલ  ભૂકંપમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું. ભારત સરકારે આ જોતાં નેપાળની મદદ કરવાના હેતુસર 20 મેટ્રીક ટન બિન-બાસમતી ચોખાની નિકાસ કરવાની વિશેષ છૂટ આપેલ છે. 

    કેન્દ્ર સરકારે પતંજલિ આયુર્વેદ લિમિટેડને 20 મેટ્રિક ટન બિન-બાસમતી ચોખાના નિકાસની છૂટ આપેલ છે આ નિકાસની છૂટ માત્ર એક જ વખત માટેની છે . 

    ડિજીએફટી દ્વારા જાહેર કરવામાં આવેલ સૂચના અનુસાર પતંજલિ આયુર્વેદ લિમિટેડ નેપાળમાં આવેલ ભૂકંપ પીડિતોને મદદના ભાગ રૂપે દાન કરવાના હેતુ થી  બિન-બાસમતી સફેદ ચોખા એક વખત માટે નિકાસ કરવાની છૂટ આપી હતી. 

    ડિજીએફટી આની પહેલા પણ નેપાળ, કેમરૂન અને મલેસિયામાં 10,34,800 ટન બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ કારવાની છૂટ આપી હતી. 20 જુલાઈ વૈશ્વીક સ્તર પર  ચોખાની અછત જોતાં બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ કેટલાક દેશના અનુરોધ પર સરકારે નિકાસ કરવાની પરવાનગી આપી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply