Skip to main content
Settings Settings for Dark

ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં આજે બીજા દિવસે પણ રાહત અને બચાવ કામગીરી ચાલુ

Live TV

X
  • ઉતરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં આજે બીજા દિવસે પણ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. 40 કામદરો સુરક્ષિત કોઈ પણ પ્રકારની જાનહાનિ હજી સુધી થયેલ નથી. 

    ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ  સિલ્ક્યારા ટનલની મુલાકાત લઈને રાહત અને બચાવના પ્રયાસોની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર ટનલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટ અભિષેક રુહેલાએ જણાવ્યું કે ટનલની અંદરના તમામ કામદારો સુરક્ષિત છે અને તેમને પાઈપ દ્વારા પૂરતો ખોરાક અને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.  

    ઉત્તરકાશી ટનલની ઘટના પર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને માળખાકીય વિકાસ સંસ્થાનાં નિદેશક અંશુ મનીષ ખલકોએ કહ્યું કે, પરિસ્થિતિ પહેલા કરતા સારી છે અને તમામ કામદારો સુરક્ષિત છે.

     ઉતરાખંડના ઉત્તરકાશી રવિવારે સવારે ભૂસ્ખલનને કારણે ટનલનો એક ભાગ તૂટી પડતાં 40 કામદરો લગભગ 150 મીટર અંદર ફસાયા છે.ટનલમાં ફસાયેલા મોટાભાગના કામદારો ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, બિહાર અને પશ્ચિમ બંગાળના રહેવાસી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply