Skip to main content
Settings Settings for Dark

ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી લક્સને PM મોદી સાથે વાત કરી, બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ભાર મુક્યો

Live TV

X
  • ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી લક્સને ભારતમાં સામાન્ય ચૂંટણીઓ પછી પ્રધાનમંત્રી મોદીને ફરીથી ચૂંટાવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

    પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, ભારત-ન્યૂઝીલેન્ડના સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને લોકો વચ્ચેના ગાઢ સંબંધો પર આધારિત છે તે નોંધીને બંને નેતાઓ આગામી સમયમાં દ્વિપક્ષીય સહયોગને નવી ઊંચાઈએ લઈ જવા સંમત થયા હતા. 

    બંને પક્ષો વચ્ચેના તાજેતરના ઉચ્ચ-સ્તરના સંપર્કો દ્વારા પેદા થયેલી ગતિને પ્રકાશિત કરતા, તેઓ વેપાર અને આર્થિક સહયોગ, પશુપાલન, ફાર્માસ્યુટિકલ્સ, શિક્ષણ, અવકાશ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર લાભદાયી દ્વિપક્ષીય સહયોગને આગળ ધપાવવા સંમત થયા હતા.

    પ્રધાનમંત્રી મોદીએ ન્યુઝીલેન્ડમાં ભારતીય ડાયસ્પોરાના હિતોની કાળજી લેવા બદલ પ્રધાનમંત્રી લક્સનનો આભાર માન્યો હતો.

    પ્રધાનમંત્રી લક્સને તેમની સલામતી અને સુખાકારી માટે સતત પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply