પરાળી બાળવાની ઘટનાઓ પર રોક લગાવવા SCમાં આજે સુનાવણી
Live TV
-
નાગરિકોને સ્વચ્છ હવા મળે તે કોઈ પણ દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. હાલમાં દિલ્હી અને તેના પાડોશી રાજ્યોમાં પરાળી એટલે કે પાકને લણ્યા લીધા બાદ ખેતરમાં રહેતી બિનજરૂરી વસ્તુને બાળવાના કારણે વાતાવરણ બગડી રહ્યું છે, જે પ્રદૂષણનું મુખ્ય કારણ છે.
નાગરિકોને સ્વચ્છ હવા મળે તે કોઈ પણ દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. હાલમાં દિલ્હી અને તેના પાડોશી રાજ્યોમાં પરાળી એટલે કે પાકને લણ્યા લીધા બાદ ખેતરમાં રહેતી બિનજરૂરી વસ્તુને બાળવાના કારણે વાતાવરણ બગડી રહ્યું છે, જે પ્રદૂષણનું મુખ્ય કારણ છે. જોકે પરાળીને બાળવાની ઘટનાને રોકવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન કરવામાં આવી છે, જેના પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. દિલ્હીના પાડોશી રાજ્યોમાં આ પરાળીને બાળવાની ઘટના સૌથી વધુ બને છે. સુપ્રીમ કોર્ટે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને આજે વીડિયો કોન્ફરન્સથી યોજાનારી સુનાવણીમાં હાજર રહેવા આદેશ કર્યો છે. પરાળી અંગે વિશેષજ્ઞોનું કહેવું છે કે તેને બાળવાના કારણે ફેલાતા પ્રદૂષણથી કોરોનાની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. પરાળીના કારણે થનારા પ્રદૂષણનું પ્રમાણ 4 ટકા છે. કેન્દ્રિય પર્યાવરણ વિભાગે સ્થિતિની ગંભીરતાને જોતા પ્રદૂષણનું નિરીક્ષણ કરવા માટે 50 ટીમને રવાના કરી છે.
