Skip to main content
Settings Settings for Dark

પર્યટન વિભાગના પોર્ટલમાં ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ

Live TV

X
  • પ્રવાસીઓને માત્ર ઘરે બેઠા મંદિર ખોલવાના સમય વિશે પણ સંપૂર્ણ માહિતી મળશે

    પર્યટન વિભાગના પોર્ટલમાં ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

    ગંગોત્રી અને યમુનોત્રી ધામની શરૂઆતની તારીખની ઔપચારિક જાહેરાત થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓ બદ્રીનાથ અને કેદારનાથ ધામ માટે નોંધણી કરાવી શકશે. આનાથી પ્રવાસીઓને માત્ર ઘરે બેઠા જ રજીસ્ટ્રેશન કરાવવામાં મદદ મળશે એવું નહીં, પરંતુ તેઓને મંદિર ખોલવાના સમય વિશે પણ સંપૂર્ણ માહિતી મળશે.

    ઉત્તરાખંડમાં હિન્દુ દેવતાઓ અને ભારતની પવિત્ર નદીઓને સમર્પિત ચાર પવિત્ર મંદિરો છે. આ ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ આ ચાર મંદિરો ગઢવાલ પ્રદેશમાં આવેલા છે.

    આને સામૂહિક રીતે "ઉત્તરાખંડના ચાર ધામ" તરીકે ઓળખવામાં આવે છે. ભારત અને વિદેશના તીર્થયાત્રીઓ "ચાર ધામ યાત્રા" તરીકે મંદિરોની મુલાકાત લે છે. હિન્દુ ધર્મમાં ચાર ધામ યાત્રાનું ખૂબ મહત્વ અને પવિત્રતા છે. એવું માનવામાં આવે છે કે દરેક હિંદુએ જીવનમાં ઓછામાં ઓછા એક વખત ચાર ધામ યાત્રા કરવી જોઈએ જેથી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply