પશ્ચિમ બંગાળના હાવડા જંકશનના ફૂટ ઓવર બ્રિજ ઉપર મચી દોડધામ
Live TV
-
જંકશનના ફૂટ ઓવર બ્રિજ ઉપર ભારે ભીડના પગલે દોડધામ મચી જેમાં બે વ્યક્તિના મોત થયા અને 13 લોકો ઘાયલ થયા હતા
પશ્ચિમ બંગાળમાં હાવડા જંકશનના ફૂટ ઓવર બ્રિજ ઉપર ભારે ભીડના પગલે દોડધામ મચી હતી. જેમાં બે વ્યક્તિના મોત થયા હતા જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. લાંબા અંતરની બે ટ્રેન એક સાથે સ્ટેશન ઉપર પહોંચી હતી, ત્યારે આ ઘટના બની હતી. વધુ ભીડના પગલે ઓવરબ્રિજ ઉપર ભાગદોડ મચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. રેલવેએ મૃતકોના પરિજનો માટે રૂપિયા પાંચ લાખની જાહેરાત કરી છે, જ્યારે ગંભીર ઈજાગ્રસ્તોને એક લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
