Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ રેલ્વે દ્વારા તહેવાર ધ્યાનમાં લઈને 3 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે

Live TV

X
  • સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સાથે 344 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે, જેનો લાભ આશરે 25,000 મુસાફરોને ખાસ કરીને તહેવારોની સિઝનમાં થશે.  

    દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈ પશ્ચિમ રેલ્વે દ્વારા તહેવાર વિશેષ 3 ટ્રેનો ચલાવવામાં આવશે. અમદાવાદ-પટના, સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા અને ભાવનગર ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા સ્ટેશનો વચ્ચે આ વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. સત્તાવાર યાદી મુજબ આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સાથે 344 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે, જેનો લાભ આશરે 25,000 મુસાફરોને ખાસ કરીને તહેવારોની સિઝનમાં થશે.  

    અમદાવાદ-પટના સ્પેશિયલ અમદાવાદથી દર સોમવારે રાત્રે 11:05 મિનિટે ઉપડશે અને બુધવારે વહેલી સવારે 3:45 કલાકે પટના પહોંચશે. આ ટ્રેન 13 નવેમ્બર 2023 થી 27 નવેમ્બર 2023 સુધી ચાલશે. એ જ રીતે પટના-અમદાવાદ સ્પેશિયલ પટનાથી દર બુધવારે સવારે 6:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 12:20 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 15 નવેમ્બર 2023 થી 29 નવેમ્બર 2023 સુધી ચાલશે.

     ભાવનગર ટર્મિનસ - દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દર શુક્રવારે સવારે 10.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.50 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. આ ટ્રેન 10 નવેમ્બર થી 1 ડિસેમ્બર 2023 સુધી ચાલશે. વળતામાં આ ટ્રેન દિલ્હી સરાય રોહિલાથી દર શનિવારે બપોરે 01:20 કલાકે અને બીજા દિવસે સવારે 10:55 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

    સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ આજથી  બપોરે 04:10 કલાકે સાબરમતીથી ઉપડીને બીજા દિવસે સવારે 08:50 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. વળતામાં આ ટ્રેન શુક્રવારના રોજ બપોરે 01:20 કલાકે દિલ્હી સરાઈ રોહિલ્લાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 05:15 કલાકે સાબરમતી પહોંચશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply