Skip to main content
Settings Settings for Dark

પાંચ રાજ્યમાં આવી રહેલ વિધાનસભા ચુંટણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ

Live TV

X
  • પાંચ રાજ્યમાં આવી રહેલ વિધાનસભા ચુંટણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ

    પાંચ રાજ્યમાં આવી રહેલ વિધાનસભા ચુંટણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. 30 ઓકટોબર સુધી ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. તો ઉમેદવારી પરત ખેચવાની છેલ્લી તારીખ 2 નવેમ્બર છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે પહેલા દિવસે 17 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. મધ્યપ્રદેશમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. જેનું પરિણામ 3 ડિસેમ્બરના રોજ આવશે. તો વળી છત્તીસગઢના બીજા તબક્કા માટે પણ ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા ચાલુ છે. જેમાં બીજા તબક્કામાં 17 નવેમ્બરના રોજ મતદાન થશે. સાથે જ કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈ 33 ઉમેદવારોનું પહેલું લીસ્ટ જાહેર કર્યું છે. તેની સામે રાજસ્થાન ભાજપે પણ 83 ઉમેદવારોનું બીજુ લીસ્ટ જાહેર કર્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply