અરબ સાગરમાં સર્જાયેલુ ચક્રવાત "તેજ" ભયંકર વાવાઝોડામાં બદલાવાની શક્યતા
Live TV
-
અરબ સાગરમાં સર્જાયેલુ ચક્રવાત "તેજ" ભયંકર વાવાઝોડામાં બદલાવાની શક્યતા, તેજથી ગુજરાતને કોઈ ખતરો નહી
અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝોડું તેજ સમય જતાની સાથે જ વધુ ઘાતક બની રહ્યું છે. આજે તેજ વાવાઝોડું અતિ ગંભીર સ્વરૂપ ઘારણ કરી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે આજે આ ચક્રવાત પોતાના ઘાતક રૂપમાં પરિવર્તિત થઈ શકે છે. જે બાદ 24 ઓક્ટોબરની સાંજે યમનના અલગેદા અને ઓમાનના સલાલાહ વચ્ચે ટકરાય તેવી શક્યતા રહેલી છે. આ તરફ ભારતીય કોસ્ટ ગાર્ડે દક્ષિણ ભારતના માછીમારોને સમુદ્રમાં માછીમારી ન કરવા જવા સૂચના આપી છે.
હવામાન વિભાગે ગુજરાત માટે કોઈ આગાહી કરી નથી. તેજ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાવાનું નથી. તે 25 ઓક્ટોબરે ઓમાન અને યમન દેશો તરફ ફંટાશે તેવી આગાહી છે. ગુજરાતના માછીમારો માટે હાલ કોઇ ચેતવણી આપવામાં આવી નથી. પરંતુ સાવચેતીરૂપે જાફરાબાદના બંદર પર 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી.
