PM મોદીએ ગ્વાલિયરમાં સિંધિયા સ્કૂલની 125મી વર્ષગાંઠમાં આપી હાજરી, બહુહેતુક રમત સંકુલનો કર્યો શિલાન્યાસ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્વાલિયરમાં સિંધિયા સ્કૂલની 125મી વર્ષગાંઠમાં હાજરી આપી હતી. તેમજ બહુહેતુક રમત સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને વાર્ષિક પુરસ્કારો પ્રદાન કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્વાલિયરના સિંધિયા સ્કૂલના 125માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે સિંધિયા સ્કૂલના પ્રાંગણમાં આયોજેલ પ્રદર્શનીનું અવલોકન કરી વિદ્યાર્થીઓ પાસેથી સંકુલની માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, ગ્વાલિયરની ધરતી પેઢી દર પેઢી લોકોને પ્રેરિત કરતાં મહાનુભાવોનું નિર્માણ કરતી રહી છે. સિંધિયા પરિવારની વાત કરતાં તેમણે જણાવ્યું કે આ પરિવારે ગંગા નદીના કિનારે અનેક ઘાટ બનાવ્યા છે. પ્રધાનમંત્રીએ યુવા પેઢીને "મોટા સપના જુઓ, અને મોટી સફળતા મેળવો" નું સૂત્ર પણ આપ્યું હતું.
