Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનને હરાવતાં ગૃહમંત્રીએ ભારતીય હોકી ટીમને આપી શુભેચ્છા

Live TV

X
  •  FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2026ની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. આ શાનદાર જીત બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

    અમિત શાહે સોશિયલ મીડિયા પર ટીમને શુભેચ્છા આપતાં કહ્યું કે, ભારતીય ટીમે પોતાના શાનદાર રમતકૌશલ્યથી દાયકાઓથી ચાલ્યો આવતો ભારતનો દબદબો જાળવી રાખ્યો છે. તેમણે આગામી મેચો માટે ટીમને શુભકામનાઓ પાઠવી હતી.

    એમ્સ્ટેલવીનના વૈગનર હોકી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહ અને અભિષેકે બે-બે ગોલ કર્યા હતા. હરમનપ્રીતે 5મી અને 21મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યા, જ્યારે અભિષેકે 11મી અને 24મી મિનિટે ગોલ કર્યો હતો. હાર્દિક સિંહે ભારત માટે પાંચમો ગોલ કર્યો હતો.પાકિસ્તાન તરફથી હનાન શાહિદે બે અને સુફિયાન ખાને એક ગોલ કર્યો હતો. જીત સાથે ભારત પૂલ-ડીમાં બીજા સ્થાને રહ્યું છે, જ્યારે પાકિસ્તાનની વર્લ્ડ કપની સફર સમાપ્ત થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
apply