Skip to main content
Settings Settings for Dark

ભારત-સિંગાપોર ભાગીદારીને નવી ગતિ આપવા મંત્રીઓની ચર્ચા

Live TV

X
  • ભારત અને સિંગાપોર વચ્ચેના આર્થિક તથા વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલા ચોથા ભારત-સિંગાપોર મંત્રિસ્તરીય ગોળમેજ સંમેલન દરમિયાન ભારતીય મંત્રીઓએ સિંગાપોરના વડાપ્રધાન લૉરેન્સ વોંગ સાથે મુલાકાત કરી હતી.

    ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યું હતું. તેમની સાથે વિદેશમંત્રી એસ. જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ તથા રાજ્યમંત્રી જિતિન પ્રસાદ હાજર રહ્યા હતા.

    બંને પક્ષોએ અદ્યતન ઉત્પાદન, કનેક્ટિવિટી, ડિજિટલાઇઝેશન, આરોગ્ય અને તબીબી ક્ષેત્ર, કૌશલ્ય વિકાસ તથા ટકાઉ વિકાસ સહિતના છ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગની પ્રગતિની સમીક્ષા કરી હતી. ઉભરતી ટેક્નોલોજી અને નવી આર્થિક તકોમાં સહયોગ વધારવા પર પણ ભાર મૂકાયો હતો.આ દરમિયાન વિદેશમંત્રી એસ. જયશંકરે સિંગાપોરના વિદેશમંત્રી વિવિયન બાલાકૃષ્ણન સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તથા વૈશ્વિક અને ભૂરાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.જયશંકર અને બાલાકૃષ્ણને સિંગાપોરમાં ભારતીય હાઈ કમિશનના નવા ચાન્સરી પરિસરની આધારશિલા પણ મૂકી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
apply