Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાને સ્વીકાર્યુ, કરાંચીમાં છે દાઉદ ઈબ્રાહીમ

Live TV

X
  • પાકિસ્તાને પહેલી વાર કબૂલાત કરી છે , કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે. પાકિસ્તાને આતંકવાદીઓની યાદી જાહેર કરી છે. જેમાં મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમનું પણ નામ છે. પાકિસ્તાને જાહેર કરેલી આતંકીઓની યાદીમાં , કરાંચીના વ્હાઈટ હાઉસમાં દાઉદ ઈબ્રાહિમના સરનામા સાથે , તેના સમગ્ર પરિવારની વિગતો પણ દર્શાવી છે. પાકિસ્તાને Financial Action Task Force ના બ્લેકલિસ્ટમાં જવાથી બચવા માટે , 88 આતંકી સમૂહો અને તેમના આકાઓ સામે , આકરા પ્રતિબંધો મૂકવાનો નિર્ણય કર્યો છે. જેમાં ભારતમાં મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમ પણ સામેલ છે. પાકિસ્તાને દાઉદ ઈબ્રાહિમ સહિત, હાફીઝ સઈદ , અને મસૂદ અઝહર જેવા આતંકવાદીઓ પર, આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. સાથે જ તેમની તમામ સંપત્તિ જપ્ત કરવા, ફંડ રોકવા, અને બેંક ખાતાઓ freeze કરવાનો આદેશ આપ્યો છે. આટલું જ નહીં આ આતંકીઓની વિદેશયાત્રા પર પણ, પાકિસ્તાને પ્રતિબંધ મૂકી દીધો છે. ઉલ્લેખનીય છે , કે અત્યાર સુધી દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં હોવાની વાતનો , પાકિસ્તાન ઈનકાર કરતું આવ્યું છે. ત્યારે આખરે પહેલી વાર તેણે કબૂલ્યું છે , કે દાઉદ ઈબ્રાહિમને તેણે જ શરણ આપી છે. જોકે પાકિસ્તાનનું આ પગલું , FATFના દબાણનું પરિણામ હોવાનું મનાઈ રહ્યું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply