પીએનબી બેન્ક કૌભાંડ કેસના મુખ્ય આરોપી નીરવ મોદીના ભારત પ્રત્યર્પણને મંજૂરી આપી
Live TV
-
પીએનબી બેન્ક કૌભાંડ કેસના મુખ્ય આરોપી અને હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદીની અરજીને લંડનની અદાલતે ફગાવી દીધી છે. કોર્ટે નીરવના ભારત પ્રત્યર્પણને મંજૂરી આપી દીધી છે. લંડનમાં વેસ્ટ મિનસ્ટર કોર્ટે જણાવ્યું કે નીરવ મોદીને ભારતમાં અનેક પ્રશ્નોના ઉત્તર આપવાના છે. કોર્ટે આ વાતનો પણ સ્વીકાર કર્યો કે નીરવ મોદીએ પુરાવાનો નાશ કરવા અને સાક્ષીઓને ધમકાવવાનું ષડયંત્ર રચ્યું હતું. કોર્ટે નીરવ મોદીને તેના ચુકાદા સામે અપીલ કરવાની મંજૂરી પણ આપી છે.
