પીએમ મોદીએ ડૉ.જોસેફ માર થોમાના નિધન પર ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અવસાન પામેલા માર્થોમા ખ્રિસ્તી સમુદાયના આધ્યાત્મિક વડા ડૉ. જોસેફ માર થોમાના નિધન પર ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. ટ્વિટમાં પીએમ મોદીએ કહ્યું કે, ડૉ.જોસેફ માર થોમા મેટ્રોપોલિટન એ એક એવું નોંધપાત્ર વ્યક્તિત્વ હતું કે જેમણે માનવતાની સેવા કરી હતી સાથે જ ગરીબ અને દલિત લોકોના જીવનમાં સુધારો લાવવા માટે ખુબ મહેનત કરી હતી. તેમણે કહ્યું કે, ડૉ.જોસેફ માર થોમા મેટ્રોપોલિટનને પુષ્કળ સહાનુભૂતિ અને નમ્રતાના આશીર્વાદ મળ્યા હતા અને તેમના ઉમદા આદર્શો બધાને હંમેશા યાદ રહેશે. વડા પ્રધાને કહ્યું કે, થોડા મહિના પહેલા, તેમને ડૉ. જોસેફ માર થોમા મેટ્રોપોલિટનના 90 માં જન્મદિવસની ઉજવણીને સંબોધિત કરવાનું સન્માન મળ્યુ હતું.
