Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં દેશવાસીઓ સાથે કર્યા વિચારો વ્યક્ત

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદી : મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે દીપાવલીનો પવિત્ર તહેવાર છે. આપ સૌને દિવાળીની શુભકામના.

    પ્રધાનમંત્રી મોદીએ બીજા કાર્યકાળમાં પાંચમી વખત રેડિયો કાર્યક્રમ મન કી વાતને સંબોધિ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજ દીવાળીના પાવન પર્વ પર તમામને મારી શુભેચ્છાઓ. પ્રકાશ જીવનમાં સુખ, સમુદ્ધિ લઈને આવે છે. આ દિવાળીને યાદ રાખવા માટે આનાથી વધુ સારો વિચાર શો હોઈ શકે કે પોઝિટિવીટીનો વિકાસ કરીએ. ઘણા દેશોમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં માત્ર ભારતીય નાગરિક જ નહી પણ ત્યાંની સરકાર અને લોકો પણ સામેલ હોય છે. આપણો દેશ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ છે. આપણે પ્રયાસ કરવો જોઈએ કે ઓણમ, પોંગલ, બિહૂ જેવા ઉત્સવમાં લોકોને સામેલ કરવા જોઈએ. તહેવારોમાં વિદેશમાં રહેનારા ભારતીયોની મહત્વની ભૂમિકા છે.

    મોદીએ કહ્યું પ્યારા દેશ વાસીઓ ગત મન કી બાત વખતે આપણે નક્કી કર્યું હતું કે આ દીવાળી પર કંઈક અલગ કરીશું. મેં કહ્યું હતું કે, આવો, આપણે દરેક આ દિવાળી પર ભારતની નારી શક્તિ અને તેમની સિદ્ધીઓને સેલિબ્રેટ કરીએ, આ ભારતની લક્ષ્મીનું સન્માન છે. ભારતની લક્ષ્મીની આવી વિવિધ કહાણીઓને લોકોએ શેર કરી છે. તમે જરૂર વાંચજો, પ્રેરણા લેજો અને તમે પણ તમારી આસપાસ આ વાતને શેર કરશે. મારા ભારતની આ તમામ લક્ષ્મીઓને આદરપૂર્વક નમન છે.

    દુનિયાભર 550મો પ્રકાશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે
    12 નવેમ્બરે દુનિયાભરમાં ગુરુનાનક દેવજીનો 550મોં પ્રકાશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. ગુરુનાનક દેવજીનો પ્રભાવ ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં છે. ગુરુનાનકદેવજી માનતા હતા કે નિસ્વાર્થ ભાવથી કરાયેલા સેવા કાર્યની કોઈ કિંમત ન હોઈ શકે.

    હાલ પણ થોડા દિવસ પહેલા , અંદાજે 85 દેશોના રાજદૂત, દિલ્હીથી અમૃતસર ગયા હતા. ત્યાં રાજદૂતોએ ગોલ્ડન ટેમ્પલના દર્શન કર્યા, સાથે જ તેમણે શીખ પરંપરા અને સંસ્કૃતિ વિશે પણ જાણવાનો અવસર મળ્યો હતો. ત્યારબાદ ઘણા રાજદૂતોએ સોશયલ મીડિયા પર ત્યાંની તસવીરો શેર કરી હતી. ગુરુ નાનક દેવજીએ તેમનો સંદેશો દુનિયાભરમાં દૂર દૂર સુધી પહોંચાડ્યો છે. તે તેમના સમયમા સૌથી વધારે યાત્રા કરનારાઓમાંથી એક હતા.

    ટ્વીટર પર સક્રિય રહેનારી ગીતિકા સ્વામીના કહ્યાં પ્રમાણે, તેમના માટે મેજર ખુશ્બુ કંવર ‘ભારતની લક્ષ્મી છે’ જે બસ કંડક્ટરની દીકરી છે અને તેમને આસામ રાઈફલ્સની ઓલ વુમન ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. મેઘા જૈન જીએ લખ્યું કે 92 વર્ષ એક વૃદ્ધ મહિલા વર્ષોથી ગ્લાવિયર રેલવે સ્ટેશન પર યાત્રિઓને મફતમાં પાણી પીવડાવે છે. મેઘા જી, આ ભારતની લક્ષ્મીની વિનમ્રતા અને કરુણાથી ઘણી પ્રેરણા મળી હતી. ’ 

    ‘31 ઓક્ટોબર આપ સૌને તમામ અવશ્ય યાદ રહેશે. આ દિવસે ભારત માટે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીનો છે, જે દેશને એકતાના સૂત્રમાં પિરોવનારા મહાનાયક હતા. સરદાર પટેલમાં લોકોને એકજૂથ કરવાની અદ્ધબૂત ક્ષમતા હતી, તેમનો જુદી વિચારસરણી ધરાવતા લોકો સાથે પણ મેળ થઈ જતો હતો’
    ‘સરદાર પટેલ બારીકથી બારીક વસ્તુઓને પણ ઘણા ઊંડાણપૂર્વક જોતા હતા, પરખતા હતા. 

    સાચા અર્થમાં તેઓ મેન ઓફ ધ ડિટેલ્સ હતા. આ સાથે જ તેઓ સંગઠન કળામાં પણ નિપુણ હતા. યોજનાઓને તૈયાર કરવા અને રણનીતિ બનાવવામાં તેમણે મહારત મેળવી હતી. સરદાર સાહેબની કાર્યશૈલીના વિષયમાં જ્યારે વાંચીએ છીએ, સાંભળીએ છીએ તો ખબર પડશે કે તેમની યોજના અને આયોજન કેટલા અદભૂત હતા.’.આપણી સ્ટેચ્યૂ ઓફ યુનિચીની ઊંચાઈ અમેરિકન સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીથી બમણી હશે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા દરેક હિન્દુસ્તાની માટે ગર્વની વાત છે. એક વર્ષમાં 26 લાખ લોકોથી વધારે પર્યટકો સ્ટેચ્યૂ ઓફ યુનિચી જોવા માટે પહોંચ્યા છે. જેનો અર્થ એ થાય છે કે પ્રતિદિવસે સરેરાશ સાડા આઠ હજાર લોકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ભવ્યતાના દર્શન કર્યા. ગત દિવસોમાં ટાઈમ મેગેઝીને દુનિયાના 100 મહત્વપૂર્ણ પર્યટન સ્થળોમાં પણ તેને મહત્વનું સ્થાન આપ્યું છે. દિવાળીના દિવસે હું લોકોને અપીલ કરું છું કે, સ્થાનિક અને સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદજો. આવું કરવાથી આપણે સાચા અર્થમાં ગાંધીના જન્મના 150 વર્ષને સાર્થક કરી શકશું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply