Skip to main content
Settings Settings for Dark

અયોધ્યામાં અલૌકિક, અદભૂત અને અવિશ્વસનીય નજારો

Live TV

X
  • 5 લાખ 51 હજાર દીવડા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

    અયોધ્યામાં ગઈકાલે સાંજે ભવ્ય દીપોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી. જેમાં અયોધ્યાના સરયૂ ઘાટ પર પાંચ લાખ 51 હજાર દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે અયોધ્યા દીપોત્સવનો રાજ્ય સ્તરના મેળાની હરોળમાં સમાવેશ કર્યો છે. આ ખાસ ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ફિજીની સંસદના ઉપાધ્યક્ષ વીનાકુમાર ભટનાગરે કહ્યું હતું કે ,ભારત અને ફિજી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે. એટલું જ નહીં તેઓ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનથી પ્રભાવિત થયા હતાં. જ્યારે ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલે જણાવ્યુ હતું કે, ભારતીય સંસ્કૃતિમાં પર્વને વિશેષ મહત્વ અપાયું છે. અયોધ્યાને પર્યટનની દ્રષ્ટિએ વિકસાવવાના પગલાની પણ તેમણે પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply