Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્ર: ભાજપે મુંબઈ ખાતે 30મીએ ધારાસભ્યોની બેઠક બોલાવી

Live TV

X
  • શિવસેનાની 50-50ની માગની અડગતા વચ્ચે ભાજપે ધારાસભ્યોની બેઠક બોલાવી

    મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા પછી ભાજપે મુંબઈ ખાતે 30 ઓક્ટોબરના રોજ નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક બોલાવી છે. ભાજપ સાથે બરોબરીની ભાગીદારીની માંગણી કરેલી શિવસેનાના નેતાઓના નિવેદનો વચ્ચ દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી છે કે ગઠબંધનમાં તેમનો પક્ષ સૌથી મોટા પક્ષના રૂપમાં ઉભર્યો છે અને આગામી પાંચ વર્ષ ભાજપના નેતૃત્વમાં જ સરકાર ચાલશે. તેમ છતાં મહારાષ્ટ્રમાં સરકાર રચનાને મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. શિવસેના ફીફટી-ફીફટીની ફોર્મ્યુલા અમલી બનાવવા દબાણ કરી રહી છે. શિવસેના ઉદ્ધવ ઠાકરે એ પોતાના નિવાસે બોલાવેલી પક્ષના નવા ચૂંટાયેલા સભ્યોની બેઠકમાં સરકારમાં ભાગીદારીને મુદ્દે ચર્ચા થઈ હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 105 અને શિવસેના 56 બેઠક મેળવી ચૂકી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply