હરિયાણા: આજે બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે મનોહરલાલ ખટ્ટર
Live TV
-
રાજભવનમાં યોજાશે શપથગ્રહણ સમારોહ
હરિયાણા માં પાંચ વર્ષ સુધી સત્તાના સૂત્રો સંભાળી ચૂકેલા મનોહરલાલ ખટ્ટર આજે બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. ચંદીગઢ ખાતે શપથગ્રહણ સમારંભ યોજાશે. શનિવારે તેમણે જેજેપી સાથે રાજભવન પહોંચીને ગઠબંધન સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. ભાજપે નક્કી થયેલી ફોર્મ્યુલા પ્રમાણે નાયબ મુખ્યમંત્રી પદ જેજેપીને આપવાની ઓફર કરી છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 40 અને જેજેપીને દશ બેઠક મળી છે. જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું છે કે, તેઓ ભાજપ સાથે પાંચવર્ષ સ્થાયી સરકાર ચલાવશે અને જનતાના હીતમાં કામ કરશે
