Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદીએ વૈશ્વિક પડકારો વચ્ચે સામૂહિક પ્રયાસો અને રાષ્ટ્રીય એકતાનું આહ્વાન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક પડકારો વચ્ચે સામૂહિક પ્રયાસો અને રાષ્ટ્રીય એકતાનું આહ્વાન કર્યું છે. તેમણે સંસદમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષથી ઉદ્ભવેલા સંકટનો સામનો કરવા અંગે વિગતવાર વાત કરી છે અને મુખ્યમંત્રીઓ સાથે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે.

    પ્રધાનમંત્રીએ આ વાત ગઈકાલે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યા બાદ કહી હતી. પ્રધાનમંત્રીએ શાંત મન અને ધૈર્યને ભારતીયોની સૌથી મોટી તાકાત ગણાવી હતી અને તેના થકી જ દેશવાસીઓને વર્તમાન સંકટનો સામનો કરવાની અપીલ કરી હતી.

    પીએમ મોદીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, જે ભારતીયો અને ભારતના હિતમાં છે, તે જ ભારત સરકારની નીતિ અને વ્યૂહરચના છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ રાજકીય પક્ષો દેશના સંયુક્ત પ્રયાસોને મજબૂતી પ્રદાન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply