પુરથી થયેલ નુકસાનનો સર્વે કરવા 6 સભ્યોની ટીમ પહોંચી આસામ
Live TV
-
આસામ રાજ્યમાં પુરથી થયેલ નુકશાનનો સર્વે કરવા 6 સભ્યોની ટીમ આજે આસામ પહોચશે. રાજયમાં આવેલ ભીષણ પુરના પગલે 57 લાખ લોકો અસરગ્રસ્ત બન્યાં છે. અહી 22 મે થી 20 ઓગષ્ટ સુધીમાં 113 લોકોના મૃત્યું થયા છે.
કેન્દ્ર દ્વારા મોકલાયેલ આ ટીમમાં જળશકિત મંત્રાલય, કૃષિ મંત્રાલય, સડક અને પરિવહન મંત્રાલય, નાણા અને ગ્રામીણ વિકાસ મંત્રાલય ના અધિકારી સામેલ છે. આ ટીમ રાજ્યમાં બાંધો સહિત પાક તેમજ અન્ય નુકશાન નું મુલ્યાંકન કરશે. 3 દિવસના પ્રવાસમાં આ ટીમ મહેસુલ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે.
આસામ રાજ્યએ કેન્દ્ર ને વચગાળાનો અહેવાલ મોકલીને રાહતની માંગણી કરી છે. પુર અંગે બિહારથી રાહતના સમાચાર છે. ગંગા નદીના સ્તરમાં ઘટાટો થયો છે. જોકે 16 જિલ્લાના 130 બ્લોકની 1333 પંચાપત પુરનો સામનો કરી રહી છે. જેમા 27 લોકોના મોત થયા છે. 174 સામુહિક રસોડાના માધ્યમથી 1 લાખ 38 હજાર પરિવારને ભોજન આપવામાં આવી રહ્યું છે. નેપાળમાં ભારે વરસાદના પગલે બિહારની નદીઓમાં જળ સ્તર વધવા પામ્યું છે.
ઉત્તર પ્રદેશમાં પુરથી 17 જિલ્લામાં 1166 ગામ પ્રભાવિત થયા છે. લખીનપુરમાં શારદા, બારાબંકી, અને બલીયામાં સરીયુ નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. રાહત-બચાવમાં 18 એનડીઆરએફની ટીમ ઉપરાંત એસડીઆરએફ, પીએસી અને પોલીસ દિવસ રાત કામ કરી રહ્યાં છે. રાહત કેમ્પમાં કોરોનાના બચાવ માટે વિશેષ વ્યવ્સ્થા કરવામાં આવી છે. અયોધ્યામાં સરયું નદીનું જળ સ્તર 25 સેમી ઉપર છે. આ સ્થીતિમાં સુદોલી, સોહવાલ, સહિતના મેદાની ક્ષેત્રો ના ડઝનો ગામ પુરથી પ્રભાવીત છે. કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પાએ રાજ્યના પુર ગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું.
