Skip to main content
Settings Settings for Dark

JEE-NEET ની પરીક્ષાઓ નિયત સમય સાવચેતીના પગલાં સાથે લેવાશેઃ શિક્ષણ મંત્રી

Live TV

X
  • શિક્ષણ મંત્રી ડોક્ટર રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇ , જરૂરી તમામ સાવચેતીના પગલાં સાથે યોજાશે પરીક્ષા. 85 ટકા વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કર્યું એડમિટ કાર્ડ.

    JEE મેઈન્સ અને નીટની પરીક્ષાઓ નિયત કરેલ કાર્યક્રમ મુજબ જ લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એન.ટી.એ. એ એક જરૂરી નોટિસ જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જેઈઈ મેઇન્સ અને નીટની પરીક્ષાઓજે પહેલાં જુલાઈમાં યોજાવાની હતી તેને વિદ્યાર્થીઓનાં અનુરોધ પર સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી હતી.

    જ્યારે હવે વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક હિતોને ધ્યાનમાં રાખતાં આ પરીક્ષા નિયત કરેલ સમય મુજબ જ લેવામાં આવશે. જેઈઈ મેઇન્સની પરીક્ષા પહેલી સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે. જ્યારે નીટની પરીક્ષા 13મી સપ્ટેમ્બરે યોજાશે. કેન્દ્રિય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

    તેમણે જણાવ્યું કે, પહેલાં વિદ્યાર્થીઓની સુરક્ષા ત્યાર બાદ પરીક્ષા. જો કે વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રની સંખ્યા 570થી વધારીને 660 કરવામાં આવી છે. તેમજ દરેક ક્લાસરૂમમાં 24ની જગ્યાએ 12 વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply