પુલવામામાં થયેલા આતંકી હુમલાનો અપાયો વળતો જવાબ
Live TV
-
ભારતીય વાયુસેનાના મિરાજ યુદ્વ વિમાનોએ અંકુશ રેખાની પેલે પાર ધમધમતા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં છાવણીને નેસ્તાનાબૂદ કરી
પુલવામામાં થયેલા આતંકી હુમલાના 12 દિવસ પછી ભારતે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાના મિરાજ યુદ્વ વિમાનોએ અંકુશ રેખાની પેલે પાર ધમધમતા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં છાવણીને નેસ્તાનાબૂદ કરી દીધા છે.આ સાથે જૈશના અનેક આતંકીઓનો પણ સફાયો થઈ ગયો.ભારતીય એરફોર્સ દ્વારા પીઓકેમાં આજે કરાયેલા અસૈન્ય હુમલામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની છાવણીઓનો કચ્ચરધાણ નીકળી ગયો છે. આ હુમલામાં જૈશના અનેક આતંકીઓનો સફાયો કરવામાં સફળતા મળી છે. વિદેશ સચિવ વિજય ગોખલેના જણાવ્યા મુજબ ગુપ્ત માહિતીના આધારે પૂરા આયોજન સાથે આ હુમલો કરાયો હતો. ગુપ્ત માહિતીમાં જણાવાયું હતું કે, અંકુશ રેખાની પેલેપાર બાલાકોટ સ્થિત આતંકવાદી કેમ્પમાં મોટી સંખ્યામાં ફિદાઇન હુમલાખોરો હાજર હતા. આ બધા આત્મઘાતી આતંકીઓ ભારત પર હુમલો કરવાની ફિરાકમાં હતા. ભારતમાં થયેલાં હુમલામાં આ સંગઠનની સંડોવણી હતી. હુમલામાં નાશ કરાયો એ આતંકી કેમ્પ મૌલાના યુસુફ અઝહરનો હતો. આ આતંકી મસુદ અઝહરના પરિવારો હોવાનું માનવામાં આવે છે. પૂરતી તૈયારી કર્યા બાદ ભારતીય વાયુસેનાએ હવાઈ હુમલો કર્યો હતો. મહત્વની બાબત એ છે કે આ હુમલામાં નાગરિકોને કોઈ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રખાયું હતું. ઉલ્લેખનીય છે કે, હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશના કમાન્ડરો અને જેહાદીઓનો પણ સમાવેશ થાય છે. દરમિયાનમાં આ હુમલા અંગે ભાજપના મહાસચિવ રામ માધવે ટ્વિટર જણાવ્યું હતું કે, આવું જબરદસ્ત કામ કરવા બદલ વાયુસેનાને અભિનંદન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારની ઇચ્છા શક્તિના કારણે જ આ શક્ય બન્યું છે.
