Skip to main content
Settings Settings for Dark

પ્રખર રાષ્ટ્રવાદી નેતા વીર સાવરકરની આજે જયંતી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપા નેતા રાજનાથ સિંહ અને અમિત શાહે વીરસાવરકરને કર્યા નમન.

    પ્રખર રાષ્ટ્રવાદી નેતા વીર સાવરકરની આજે જયંતી છે. વીર સાવરકરનો જન્મ 28 મે 1883માં નાસિકના ભગુર ગામમાં થયો હતો. વીર સાવરકર ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના પ્રખર રાષ્ટ્રવાદિ નેતા હતા. તેઓ વિશ્વભરના ક્રાંતિકારીઓમાં અનોખા હતા. તેમનું નામ જ વિશ્વભરના ક્રાંતિકારીઓ માટે એક સંદેશ હતો. તેઓ એક મહાન ક્રાંતિકારી, ઇતિહાસકાર, સમાજસુધારક, વિચારક, ચિંતક અને સાહિત્યકાર હતા. તેમની પુસ્તકો ક્રાંતિકારીઓ માટે ગીતાના સમાન હતી. આજે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ નેતાઓ સંસદના સેન્ટ્રલ હોલમાં પુષ્પાંજલી અર્પણ કરશે. પ્રધાનમંત્રી મોદીએ આ અવસર પર વીર સાવરકરને નમન કર્યા છે. અને પીએમએ ટ્વિટ સંદેશ દ્વારા તેમને શ્ર્દ્ધાપૂર્વક યાદ કર્યા છે. પીએમ એ કહ્યું છે કે તેમનું સાહસ, દેશભક્તિ અને સશક્ત ભારત માટે તેમની પ્રતિબદ્ધતા એક ઉદાહરણ છે. આ સાથે પીએમએ વીર સાવરકરના સન્માનમાં એક વીડિયો પણ જાહેર કર્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply