SBIના ગ્રાહકો પાસે પોતાની ફરિયાદો દૂર કરવાની તક
Live TV
-
આજે દેશભરમાં વિવિધ સ્થળો પર ગ્રાહક સંમેલનો
જો તમે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો અને તમને બેંક સામે કોઇપણ પ્રકારની ફરિયાદ છે તો તે ફરિયાદના નિવારણ માટે એસબીઆઇ એક મોટી તક તમામ ગ્રાહકોને આપી રહી છે. જેમાં આજે એસબીઆઇ સમગ્ર દેશમાં વિવિધ સ્થળો પર ગ્રાહક સંમેલન આયોજીત કરશે. બેંકે આ બાબતે જણાવ્યું છે કે આ ગ્રાહક સંમેલનનો હેતુ ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ અને બેંકની સેવાઓને વધુ શ્રેષ્ઠ બનાવવી છે. આ સંમેલન 500થી વધુ સ્થળ પર યોજાશે. બેંકનો લક્ષ્ય આ સંમેલન થકી એક લાખથી વધુ ગ્રાહકોની ફરિયાદનું નિવારણ લાવવાનું છે
