Skip to main content
Settings Settings for Dark

પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાનું 71 વર્ષની વયે નિધન

Live TV

X
  • પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાનું રવિવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતા. તેમણે લખનઉના પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા. લાંબા સમયથી ખરાબ તબિયતના કારણે તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મુનવ્વર રાણાએ ઉર્દૂ સાહિત્ય અને કવિતામાં સમૃદ્ધ યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

    કહેવામાં આવી રહ્યું છે કે મુનવ્વર રાણા પીજીઆઈમાં લાંબા સમયથી ડાયાલિસિસ પર હતા. તેના ફેફસામાં ઘણું ઇન્ફેક્શન હતું. જેના કારણે શનિવારે તેમને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યા હતા. મુનવ્વરને પણ લાંબા સમયથી કિડનીની સમસ્યા હતી.

    નોંધનીય છે કે, રાયબરેલીમાં 26 નવેમ્બર 1952ના રોજ જન્મેલા મુનવ્વર રાણા 'મા' પર લખેલી કવિતાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. મુનવ્વર રાણાની ગણના દેશના જાણીતા શાયરમાં થાય છે, સાહિત્ય અકાદમી અને મતિ રતન સન્માન ઉપરાંત તેમને કવિતા માટે કબીર સન્માન, અમીર ખુસરો એવોર્ડ, ગાલિબ એવોર્ડ વગેરેથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના એક ડઝનથી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે. જેમાં મા, ગઝલ ગાંવ, પીપલ છાં, બદન સરાય, નીમ કે ફૂલ, સબ ઉસકે લિયે, ઘર અકેલા હો ગયા વગેરેનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply