પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 'પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના'નો પ્રથમ હપ્તો જાહેર કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન-PM-જનમન હેઠળ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના એક લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો જાહેર કર્યો હતો. આ પ્રસંગે તેમણે પીએમ-જનમનના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંત્યોદય વિઝનને અનુરૂપ, PM-જનમન ખાસ કરીને નબળા આદિવાસી જૂથો - PVTGsના સામાજિક-આર્થિક ઉત્થાન માટે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.અંદાજે 24 હજાર કરોડ રૂપિયાના બજેટ સાથે પીએમ-જનમન અભિયાને 9 મંત્રાલયો દ્વારા 11 મહત્વપૂર્ણ સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
તેનો હેતુ ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો - PVTGs ની સામાજિક-આર્થિક સ્થિતિને સુધારવાનો છે જેમાં સલામત આવાસ, પીવાનું શુદ્ધ પાણી, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, વીજળી, માર્ગ અને ટેલિકોમ કનેક્ટિવિટી અને ટકાઉ આજીવિકાની તકો સહિતની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. .
