Skip to main content
Settings Settings for Dark

પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેસાણામાં 5,800 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આજે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મહેસાણામાં 5800 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. મહેસાણાના ડભોડા ખાતે આશરે 5,800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી લોકોને ભેટ આપી. જેનાથી રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા બહુવિધ ક્ષેત્રોના પ્રોજેક્ટથી ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓને ફાયદો થશે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગભગ 3000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના નવા ભાંડુ-ન્યૂ સાણંદ (N) વિભાગનું લોકાર્પણ કર્યું. તેમણે વિરમગામ - સામખિયાળી રેલ લાઇનના 182-કિલોમીટરના ડબલિંગ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું. કટોસણ રોડ- બેચરાજી રેલ પ્રોજેક્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામ તળાવોના રિચાર્જ માટેના પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. 

    આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી પર વલાસણા બેરેજ; પીવાના પાણી માટે બે યોજનાઓ, બનાસકાંઠા; અને ધરોઈ ડેમ આધારિત પાલનપુર લાઈફલાઈન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સિંચાઈ યોજનાનો શિલાન્યાસ પણ કર્યો. સાબરકાંઠામાં નરોડા - દહેગામ - હરસોલ - ધનસુરા રોડને પહોળો અને મજબૂત બનાવવો; ઉત્તર ગુજરાતમાં પાલનપુર, સિદ્ધપુર, બાયડ અને વડનગરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે પ્રોજેક્ટ વિવિધ કામોની આધારશિલા રાખી હતી.

    અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના અંબાજી ખાતેના સૌથી આદરણીય અંબા દેવી મંદિરમાં પ્રાર્થના કરી અને આરતી કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply