Skip to main content
Settings Settings for Dark

31મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કમલમ પાર્કનું લોકાર્પણ કરશે

Live TV

X
  • 31 ઓક્ટોબર એટલે કે આવતી કાલે લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિનના ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રોજેક્ટોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિરસરમાં નિર્માણ પામેલા કલમલ પાર્કને લોકો માટે ખુલ્લો મુકાશે.

    રૂ. 7.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ્ પાર્કનું લોકાર્પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં નર્મદા નદીના કિનારે ડ્રેગન ફ્રૂટ, કે જે ‘કમલમ’ તરીકે જાણીતું છે, તેની નર્સરી બનાવવામાં આવી છે. આ નર્સરીમાં પ્રવાસીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે શિક્ષિત કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેના થકી પ્રવાસીઓને કમલમ વિશે માહિતગાર કરવામાં આવશે.

    કમલમ પાર્કએ ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોને આજીવિકાનો નવો વિકલ્પ પૂરો પાડવા માટે પ્રધાનમંત્રીના વિઝનથી પ્રેરિત પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં ડ્રેગન ફ્રૂટ કે જે 'કમલમ' તરીકે જાણીતુ છે તે નર્મદા નદીના ડાબા કિનારે સુંદર નર્સરી એકતાનગર ખાતે સ્થાપિત કરવામાં આવી છે. આ નર્સરીમાં મુલાકાતીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે માહિતગાર કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર મહત્વનો ભાગ તરીકે કાર્ય કરી રહ્યું છે.જ્યાં 91,000 કમલમ છોડનું વિતરણ પણ કરાશે.

    નર્સરીનું એકંદર વાતાવરણ અને કેક્ટસ ગાર્ડનની તેની નિકટતા તેને એકતા નગરના મુલાકાતીઓ માટે રસપ્રદ આકર્ષણ બનાવે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના શુષ્ક પ્રદેશમાં કમલમની ખેતીને પ્રોત્સાહન આપવા અને તેના ફળદાયી પરિણામો પર પ્રધાનમંત્રીની પહેલ છે. પ્રાયોગિક ધોરણે નર્મદા જિલ્લામાં આ ફળની રજૂઆત અને ભવિષ્યમાં તેના આશાસ્પદ પરિણામો પર પ્રકાશ પાડે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply