પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના પ્રવાસે , વિવિધ રેલવે પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન
Live TV
-
પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના પ્રવાસે , વિવિધ રેલવે પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે ઝારખંડની મુલાકાત લેશે અને રાજ્યમાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી 20 હજાર પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) લાભાર્થીઓને સ્વીકૃતિ પત્રોનું વિતરણ કરશે.
આજે ઝારખંડની તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી 660 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ રેલ્વે પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને સવારે 10.30 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરશે. ટાટાનગરમાં 20,000 પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) લાભાર્થીઓને મંજૂરી પત્રોનું પણ વિતરણ કરશે. તેઓ દેવઘર જિલ્લામાં માધુપુર બાયપાસ લાઇન અને હજારીબાગ જિલ્લામાં હજારીબાગ ટાઉન કોચિંગ ડેપોનો શિલાન્યાસ કરશે.
ઝારખંડની તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી છ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ ટ્રેનો ટાટાનગર-પટના, ભાગલપુર-દુમકા-હાવડા, બ્રહ્મપુર-ટાટાનગર, ગયા-હાવડા, દેવઘર-વારાણસી અને રૌરકેલા-હાવડા રૂટ પર કનેક્ટિવિટી સુધારશે. પ્રધાનમંત્રી કુરકુરા-કાનારોન ડબલિંગ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે જે બાંદામુંડા-રાંચી સિંગલ લાઇન સેક્શનનો એક ભાગ છે અને રાંચી, મુરી અને ચંદ્રપુરા સ્ટેશન થઈને રાઉરકેલા-ગોમોહ રૂટ છે.
