Skip to main content
Settings Settings for Dark

પ્રજાસત્તાક પર્વ 2026: કર્તવ્ય પથ પર ગૂંજશે 100 સુપર-વિજેતાઓની વીર ગાથા

Live TV

X
  • દેશના બહાદુર સૈનિકોની શૌર્યગાથાને જન-જન સુધી પહોંચાડવા માટે રક્ષા મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયની સંયુક્ત પહેલ 'પ્રોજેક્ટ વીર ગાથા ૫.૦' એ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ સ્પર્ધામાં આ વર્ષે ૧.૯૦ લાખ શાળાઓના અંદાજે ૧.૯૨ કરોડ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જે ૨૦૨૧ માં પ્રોજેક્ટની શરૂઆત પછીની સૌથી મોટી ભાગીદારી છે.

    'સુપર-100' વિજેતાઓની પસંદગી
    સમગ્ર દેશમાંથી મળેલી 4,020 શ્રેષ્ઠ એન્ટ્રીઓમાંથી રાષ્ટ્રીય સ્તરે 100 વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. આ વિજેતાઓને દિલ્હીમાં રક્ષા મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે સન્માનિત કરવામાં આવશે.

    ઇનામ: દરેક વિજેતાને રૂપિયા 10 હજાર રોકડ પુરસ્કાર મળશે.

    વિશેષ સન્માન: આ વિજેતાઓ કર્તવ્ય પથ પર આયોજિત 26 જાન્યુઆરી 2026ની પરેડના ખાસ મહેમાન બનશે.

    નવા ફોર્મેટ અને વિદેશી શાળાઓનો સમાવેશ
    આ વર્ષે વીર ગાથા 5.0માં પ્રથમવાર એન્કરિંગ, રિપોર્ટિંગ અને શોર્ટ વીડિયો ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મિશનની પહોંચ હવે માત્ર ભારત પૂરતી મર્યાદિત રહી નથી. 18 દેશોની 91 સીબીએસઈ (CBSE) શાળાઓના 28,005 વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈને ભારતના શૌર્ય વારસાને વૈશ્વિક સ્તર પર ગુંજતો કર્યો છે.

    ઐતિહાસિક યોદ્ધાઓના અભ્યાસ પર ભાર
    વિદ્યાર્થીઓને માત્ર આધુનિક યુગના વીરો જ નહીં, પરંતુ રાજા ખારવેલ, પૃથ્વીરાજ ચૌહાણ, છત્રપતિ શિવાજી મહારાજ અને 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓની વ્યૂહરચના અને બલિદાન પર પ્રોજેક્ટ્સ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

    વર્ષ દર વર્ષે વધતી લોકપ્રિયતા: 2021માં 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ શરૂ થયેલ આ પ્રોજેક્ટ આજે એક જન આંદોલન બની ગયો છે:

    • પ્રથમ સંસ્કરણ: 8 લાખ વિદ્યાર્થીઓ
    • ત્રીજું સંસ્કરણ: 1.36 કરોડ વિદ્યાર્થીઓ
    • પાંચમું સંસ્કરણ (હાલમાં): 1.92 કરોડ વિદ્યાર્થીઓ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply