Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ ગોવાને 1,330 કરોડ રૂપિયાથી વધારેની વિકાસ પરિયોજનાઓની આપી ભેટ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોવાને વિકસિત ભારત, વિકસિત ગોવા-2047ના કાર્યક્રમ હેઠળ 1 હજાર 330 કરોડ રૂપિયાથી વધારેની વિકાસ પરિયોજનાઓની ભેટ આપી હતી. ગોવાના પણજી ખાતે યોજાયેલા જાહેર કાર્યક્રમમાં  પ્રધાનમંત્રીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી-ગોવાનાં કાયમી સંકુલનું ઉદઘાટન કર્યું હતું. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોટર સ્પોર્ટ્સના નવા કેમ્પસનું પણ લોકાર્પણ કર્યું હતું. 

    આ સંસ્થા 28 અભ્યાસક્રમો શરૂ કરશે. પ્રધાનમંત્રીએ દક્ષિણ ગોવામાં 100 ટીપીડી ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ ફેસિલિટીનું ઉદઘાટન પણ કર્યું હતું. તેમાં 500 કિલોવોટના સોલાર પાવર પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે.

    પ્રધાનમંત્રીએ પણજી અને રીસ માગોસને જોડતી પ્રવાસન પ્રવૃત્તિઓની સાથોસાથ પેસેન્જર રોપ-વેનો પણ શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા અંતર્ગત વિવિધ વિભાગોમાં 1 હજાર 930 નવી સરકારી ભરતીઓની નિમણૂક માટેના આદેશોનું વિતરણ કરવા ઉપરાંત વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ સુપરત કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગોવાના લોકોને મોદીની ગેરંટીવાળી ગાડીથી ખૂબ લાભ થયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply