Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ તમિલનાડુ અને પુંડુંચેરી ખાતે વિકાસની અનેક યોજનાઓ દેશને સમર્પિત કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુ અને પુંડુંચેરીના પ્રવાસે છે. જ્યાં તેઓએ વિકાસની અનેક યોજનોને દેશને સમર્પિત કરી હતી. પુંડુંચેરીની યાત્રામાં પીએમ મોદી જવાહરલાલ સ્નાત્કોત્તર આયુવિજ્ઞાન ચીકિત્સા અને અનુસંધાન સંસ્થાનનાં કરઈકલ કેમ્પસની આધારશિલા મૂકી હતી. નેશનલ હાઈવે 45-એ પર 56 કિલોમીટર લાંબા સત્તાનાથપુરમ કરઈકલ ફોરલેનનો પણ શિલાન્યાસ કર્યો. તેમજ પુડુચેરીમાં સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત એક લધુ બંદર તેમજ ઈન્દિરા ગાંધી ખેલ પરિસરમાં 7 કરોડના ખર્ચે તૈયાર થનાર સિન્થેટીક ટ્રેક નિર્માણનું શિલાન્યાસ કર્યુ હતુ. આ સિવાય તેઓ ચીપમેરમાં બ્લડ સેન્ટરની સાથે એસ.એ.આઈ કન્યા છાત્રાલય અને પુન: નિર્મીત હેરિટેજ મેરી ઈમારતનું પણ ઉદ્ધાટન કર્યુ. શિલાન્યાસ પ્રસંગે પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ચેન્નઈને કનેક્ટીવીટી આપશે અને કાર્ગો આવવા-જવાની સુવિધા પહોંચાડશે. અને આ યોજનાઓથી પુડુચેરીનાં લોકોનાં જીવનમાં બદલાવ આવશે. આ વખતનાં બજેટમાં આરોગ્ય પ્રોજેક્ટ પર ખાસ ધ્યાન અપાયું છે. પુડુચેરીમાં પ્રધાનમંત્રીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું પુડુચેરીનાં લોકોએ એક વિશ્વાસ સાથે કોંગ્રેસને મત આપ્યો હતો. પણ કોંગ્રેસની સરકારે લોકોનાં વિશ્વાસ અને આશાઓ પર પાણી ફેરવી નાખ્યુ. આવનારી સરકાર પબ્લીક પાવર વાળી હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply