Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ તેલંગાણામાં 56 હજાર કરોડ રૂ.થી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના અદિલાબાદમાં 56 હજાર કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેલંગાણાની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેડ્ડાપલ્લીમાં NTPCના તેલંગાણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું 800 મેગાવોટનું બીજું યુનિટ રાષ્ટ્રને સમર્પિત કર્યું. 

    આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, આવનારા દિવસોમાં ઝડપી વિકાસ થશે તેમણે ભાર મુક્તા કહ્યું હતું કે વિકાસના ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય લખવામાં આવ્યો છે કારણ કે 56,000 કરોડ રૂપિયાની 30 થી વધુ વિકાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જે વિવિધ રાજ્યો સાથે સંબંધિત છે. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ્સ સમગ્ર પ્રદેશમાં વિકાસની ઝડપને વધારશે.

    આ પ્રોજેક્ટ વીજ, રેલવે અને રોડ સેક્ટર સાથે સંબંધિત છે જેમાં વીજ પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી તમિલનાડુના કલ્પક્કમમાં ભાવિનીની પણ મુલાકાત લેશે.

    પ્રધાનમંત્રી આવતીકાલે સવારે 10 વાગ્યે હૈદરાબાદમાં સિવિલ એવિએશન રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-CARO સેન્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે. આવતીકાલે તેઓ, તેલંગાણાના સાંગારેડીમાં 6 હજાર 800 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, અને શિલાન્યાસ કરશે. બપોરે, પ્રધાનમંત્રી ઓડિશામાં ચંદીખોલ, જાજપુર ખાતે 19 હજાર 600 કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, અને શિલાન્યાસ પણ કરશે.

    છઠ્ઠી  માર્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકતામાં 15 હજાર 400 કરોડ રૂપિયાના બહુવિધ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદી બિહારના બેતિયામાં લગભગ 12 હજાર 800 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ મુઝફ્ફરપુર-મોતિહારી એલપીજી પાઈપલાઈનનું પણ ઉદ્ઘાટન કરશે અને મોતીહારી ખાતે ઈન્ડિયન ઓઈલના એલપીજી બોટલિંગ પ્લાન્ટ અને સ્ટોરેજ ટર્મિનલને સમર્પિત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply