Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પોતાના સાંસદિય ક્ષેત્ર વારાણસીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પરિયોજનાઓ પાછળ અંદાજિત રૂપિયા 614 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમ દરમિયાન વિવિધ પરિયોજનાના લાભાર્થીઓ સાથે વાત ચીત પણ કરી હતી. આ દરમિયાન ઉત્તરપ્રદેશના  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે સારનાથ લાઇટ એન્ડ સાઉન્ડ શો લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલ રામ નગરનું પુનઃનિર્માણ. ગાયોની સુરક્ષા અને સંરક્ષણની માટે પાયાગત સુવિધાઓનું પ્રબંધન બહુ ઉદ્દેશીય  બીજ ભંડાર ગૃહ 100 મેટ્રિક ટન કૃષિ ઉપજની ક્ષમતા વાળા ગોડાઉન I.P.D.S. ચરણ-2 સંપૂર્ણાનંદ સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે એક આવાસ 105 આંગણવાડી કેન્દ્ર અને 102 ગૌ આશ્રય કેન્દ્ર અને વારાણસી શહેરમાં સ્માર્ટ લાઈટિંગ કાર્ય સહિતના વિવિધ પ્રકલ્પોને ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ આયોજન દરમિયાન દશાશ્વમેઘ ઘાટ અને ખિડકિયા ઘાટનો પુનર્વિકાસ P.S.C. પોલીસ દળ માટે બેરેક સહિત ની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply