પ્રધાનમંત્રી ટ્વિટ કરીને ઉત્તરાખંડના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
Live TV
-
આજે ઉત્તરાખંડના લોકો માટે મોટો દિવસ છે કારણકે આજે ઉત્તરાંખડ સ્થાપના દિવસ છે. અને આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઉત્તરાખંડના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, "રાજ્યના સ્થાપના દિન નિમિત્તે ઉત્તરાખંડના રહેવાસીઓને હાર્દિક અભિનંદન. પ્રગતિના માર્ગ પર અગ્રેસર રહે, કુદરતી સંપત્તિ અને કુદરતી સૌંદર્યથી ભરેલું આ રાજ્ય વિકાસની નવી ઉંચાઈને સ્પર્શ કરતું રહે." તેવી શુભેછાઓ પાઢવી છે.
