PM મોદીએ નેતા એલ.કે. અડવાણીને ઘરે જઈ જન્મદિનની શુભેચ્છા પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાન પર જઈને તેમને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પોતાનો 93મો જન્મદિવસ મનાવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી તેમને શુભેચ્છા આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રીએ અડવાણીના પગે લાગીને આશિર્વાદ લીધા હતા અને ઘરની લૉનમાં બેસીને વાતચીત પણ કરી હતી. એલ.કે. અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી કેક લઈને પણ આવ્યા હતા. પ્રધાનમંત્રીએ પોતાના હાથે અડવાણીને કેક કપાવી હતી અને બંનેએ પરસ્પર એકબીજાને કેક ખવડાવી હતી.
પ્રધાનમંત્રી સાથે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીએ અડવાણી સાથેની મુલાકાતના ફોટા શેર કરી ટ્વિટ કર્યું છે કે, 'અડવાણીજી સાથે સમય પસાર કરવાનું હંમેશા ગમે છે. મારા જેવા કાર્યકર્તાઓ માટે તેમનો સપોર્ટ અને માર્ગદર્શન અમૂલ્ય છે. દેશ માટે તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે.'
