Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ દેશવાસીઓને પાઠવી દુર્ગાપૂજાની શુભેચ્છા

Live TV

X
  • આજે દેશભરમાં મહાઅષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ લાગી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુર્ગા પૂજા પર દેશવાસીઓને શુભકામના પાઠવી છે.

    દેશભરમાં આજે મહાઅષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સવારથી જ મંદિરોમાં ભક્તની ભીડ જામી છે. નવરાત્રિના આઠમા દિવસે એટલે કે મહાઅષ્ટમીના કન્યા પૂજન પહેલા મહાગૌરીની પૂજા કરવાનું મહત્વ છે. મહાગૌરીની પૂજા અત્યંત કલ્યાણકારી અને મંગળકારી છે. એવી માન્યતા છે કે જો સાચા મનથી મહાગૌરીની પૂજા કરવામાં આવે તો સંચિત પાપ નષ્ટ થઈ જાય છે. ઉપરાંત ભક્તને અલૌકિક શક્તિઓ પ્રદાન થાય છે.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુર્ગાપૂજા પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું છે કે તહેવાર અમારી સંસ્કૃતિ અને સામાજિક સૌહાર્દને દર્શાવે છે.  આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લખ્યું હતું કે નવરાત્રિની મહાઅષ્ટમી પૂજાની હાર્દિક શુભકામનાઓ. દુર્ગાષ્ટમીની અભીષ્ટ દેવી મહાગૌરી આપણા દરેકના જીવનમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ લઈને આવે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply