CSIRએ વિકસીત કરી નવી ફટાકડા બનાવવાની પદ્ધતિ
Live TV
-
CSIR દ્વારા વિકસીત લોકપ્રિય ફટાકડાં જેવા કે કોઠી, પેન્સીલ, ચકરડી અને ફૂલઝરનું પ્રદર્શન
ફટાકડાથી થતુ પ્રદૂષણ અને આરોગ્યના નુકસાનને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન એટલે કે CSIRએ ઓછામાં ઓછા અવાજના ફટાકડા બનાવવાની નવી પદ્ધતિ વિકસીત કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મંત્રી ડૉ. હર્ષવર્ધને ગઈકાલે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં CSIR દ્વારા વિકસીત લોકપ્રિય ફટાકડાં જેવા કે કોઠી, પેન્સીલ, ચકરડી અને ફૂલઝરનું પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું કે, આવા પ્રકારના ફટાકડા ઓછો અવાજ કરે છે અને આ પ્રકારના ફટાકડા બજારમાં વેપારીઓ અને ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનના આધારે નવા પ્રકારના આ ફટાકડા તૈયાર કરવામાં આવ્યા છે.
