પ્રધાનમંત્રી આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલી સંબોધશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં મઉ, ચંડોલી, મીરઝાપુર તેમજ પશ્ચિમ બંગાળના મથુરાપરા અને ડમડમ એમ પાંચ રેલીને સંબોધશે.
લોકસભા ચૂંટણી હવે પોતાના અંતિમ પડાવ તરફ ઝડપથી આગળ વધી રહી છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષો કોઈ કસર નથી છોડી રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં મઉ, ચંડોલી, મીરઝાપુર તેમજ પશ્ચિમ બંગાળના મથુરાપરા અને ડમડમ એમ પાંચ રેલીને સંબોધશે.
