પ્રધાનમંત્રી આજે સેલવાસમાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણમાં દેવકા સીફ્રન્ટ દેશને સમર્પિત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળથી દાદરા નગરહવેલી જશે. પ્રધાનમંત્રી સેલવાસામાં આરોગ્ય, શિક્ષણ, અને સંશોધન સંસ્થાનું ઉદધાટન કરશે.. પ્રધાનમંત્રી 4 હજાર 850 કરોડ રૂપિયાની વિકાસ યોજનાની શરૂઆત કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણમાં દેવકા સીફ્રન્ટ દેશને સમર્પિત કરશે. લગભગ 165 કરોડના ખર્ચે આ પાંચ કિલોમીટરનો સીફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. જે પ્રવાસીઓને આકર્ષીત કરનાર ફરવાનું સ્થળ છે,જેનાથી સ્થાનિક વ્યવસ્થાને પ્રોત્સાહન મળશે.જેમા અતિઆધુનિક લાઇટીંગની વ્યવસ્થા, પાર્કિંગની સુવિધા, બગીચા, ફુડસ્ટોલ, સહિતની સુખસુવિધા ઉભી કરવામાં આવી છે. અહી ભવિષ્યમાં લકઝરી ટેન્ટ સિટી બનાવવાની જોગવાઇ છે. પ્રધાનમંત્રી સેલવાસ નજીકના સાયલી ગામમાં એક સભાને પણ સંબોધશે.
કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં પ્રધાનમંત્રીને આવકારવા યુવાવર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.. જે માટે પ્રદેશ ની 246 શાળાઓમાં વિવિધ પ્રકારનાં આયોજનો કરવામાં આવ્યા છે. ગઇકાલે સેલવાસમાં રોશની કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી સાયલી નમો મેડીકલ કોલેજ અને અન્ય સંલગ્ન ઇમારતોનુ ઉદઘાટન કરશે.. પ્રધાનમંત્રી નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ભાગ બનેલી નવનિર્મિત મેડિકલ કોલેજ અને અન્ય સુવિધાઓની મુલાકાત લીધા બાદ જાહેર સભાને સંબોધન કરશે
