Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશન પર કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે

Live TV

X
  • પ્રધાનમંત્રી કેરળમાં ત્રણ હજાર 200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશનથી કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ આગામી વર્ષોમાં 400 વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ ટ્રેન મુસાફરોને ઝડપી, આરામદાયક અને અનુકૂળ મુસાફરી પૂરી પાડશે અને પ્રદેશમાં પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ આપશે.

    પ્રધાનમંત્રી મોદી કેરળમાં ત્રણ હજાર 200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે.પ્રધાનમંત્રી તિરુવનંતપુરમ, કોઝિકોડ અને વર્કલા શિવગિરી રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ સહિત અનેક રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

    પ્રધાનમંત્રી ડિંડીગુલ-પલાની-પલક્કડ રેલ સેક્શનનું વીજળીકરણ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ કોચી વોટર મેટ્રો પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ બેટરીથી ચાલતી ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટ વડે દસ ટાપુઓને કોચી સાથે જોડશે. પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply