Skip to main content
Settings Settings for Dark

મન કી બાત 100 એપિસોડ: 96 ટકા લોકો મન કી બાત વીશે જાણે છે અને 100 કરોડથી વધુ લોકોએ તેને ઓછામાં ઓછું એક વાર સાંભળ્યો

Live TV

X
  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM, રોહતક અને પ્રસાર ભારતી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા મન કી બાત પર શ્રોતાઓના સર્વેક્ષણમાં કરવામાં આવ્યો. IIM, રોહતકના ડાયરેક્ટર, પ્રોફેસર ધીરજ પી શર્માએ જણાવ્યું હતું કે, દેશમાં 96 ટકા લોકો મન કી બાત વીશે જાણે છે. 100 કરોડથી વધુ લોકોએ તેને ઓછામાં ઓછું એક વાર સાંભળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સર્વેક્ષણ જણાવે છે કે 23 કરોડ લોકોએ આ કાર્યક્રમ નિયમિતપણે સાંભળ્યો છે. શર્માએ કહ્યું કે મન કી બાત સાંભળ્યા પછી, 60 ટકા લોકોએ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે રસ દાખવ્યો છે, જ્યારે 59 ટકા લોકોએ સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 

    પ્રસાર ભારતીના સીઈઓ, ગૌરવ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, સામાન્ય નાગરિક વાર્તાઓ, સશસ્ત્ર દળોની બહાદુરી, યુવા સંબંધિત મુદ્દાઓ અને પર્યાવરણ અને કુદરતી સંસાધન સંબંધિત મુદ્દાઓ મન કી બાતમાં આવરી લેવામાં આવેલા સૌથી લોકપ્રિય વિષયો હતા. સ્નોબોલ સેમ્પલિંગનો ઉપયોગ કરીને ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ પ્રદેશોમાંથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. 15 વર્ષથી વધુ વય જૂથના 10 હજારથી વધુ લોકોએ સર્વેમાં ભાગ લીધો હતો. સર્વે આગળ દર્શાવે છે કે 44.7 ટકા લોકોએ ટેલિવિઝન દ્વારા મન કી બાત જોઈ કે સાંભળી જ્યારે 37.6 ટકા લોકોએ સાંભળવા માટે મોબાઈલ ફોન પસંદ કર્યા. મન કી બાત સાંભળવા માટે માત્ર 17.6 ટકા લોકોએ રેડિયોનો ઉપયોગ કર્યો હતો. મન કી બાતનો 100મો એપિસોડ આ રવિવારે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા તેના સમગ્ર નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply