પ્રધાનમંત્રી આજે સાંજે કેરળના કોચીમાં ભવ્ય રોડ શો યોજશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે કેરળના કોચી પહોંચશે. તેઓ કોચીમાં રોડ શો માં ભાગ લીધા બાદ યુવાઓના સંમેલનમાં ઉપસ્થિત રહેશે. કેરળની એક સંસ્થાના ઉપક્રમે યોજાનાર યુવાઓના સંમેલનમાં કેરળના સર્વાંગી અને ટકાઉ વિકાસ બાબતે ચર્ચા વિચારણા કરાશે. પ્રધાનમંત્રી આજે સાંજે કોચીમાં ખ્રિસ્તી સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજશે. આવતીકાલે તેઓ પાટનગર તિરૂઅનંતપૂરમ જઈને તિરૂઅનંતપૂરમ – કાસારગોડ સુધીની વંદે ભારત એક્સપ્રેસને પ્રસ્થાન કરાવશે. ત્યાર બાદ સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં એક હજાર 337 કરોડ રૂપિયાના ખર્ચના કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેમાં પહેલાં તબક્કામાં કોચીન શિપયાર્ડ દ્વારા તૈયાર કરાયેલ એક સો મુસાફરની ક્ષમતાવાળી આઠ એરકન્ડિશન્ડ બોટ ઉપયોગમાં લેવાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી સાયન્સ પાર્કનું ભૂમિપૂજન અને રેલવેના ઘણા વિકાસકામોનો શુભારંભ કરાવશે.
