વૈશ્વિક શેરબજારમા ભારતીય શેરબજાર મજબૂતાઇના માહોલ સાથે બંધ રહ્યું
Live TV
-
વૈશ્વિક શેરબજારોના નબળા પ્રદર્શન વચ્ચે આજે ભારતીય શેરબજાર મજબૂતાઇના માહોલ સાથે બંધ રહ્યું હતું. મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 401 પોઇન્ટના વધારા સાથે 60 હજાર 056 આંક પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ શેરબજારના સૂચકાંક નિફ્ટીએ 17 હજાર 700ની સપાટી વટાવતા તેમાં 119 આંકનો ઉછાળો જોવા મળ્યો હતો. આઇટી, રિયાલિટી, પીએસયુ બેંકના શેર્સમાં લેવાલી જોવા મળી હતી. જ્યારે ફાર્મા સેક્ટર્સના શેર્સમાં દબાણ નોંધાયું હતું. તો આ તરફ વૈશ્વિક નાણાં બજારમાં ડોલર સામે રૃપિયો 12 પૈસા મજબૂતી થી કારોબાર કરી રહ્યો છે. જ્યારે સોના - ચાંદીના ભાવમાં નજીવી વધ-ઘટ જોવા મળી રહી છે.
